અમદાવાદમાં ગેસ્ટ્રો સ્કોપિક બેરીયાટીક પ્રોસીજર્સ વિષય પર નેશનલ કોન્ફરન્સ
Live TV
-
દેશમાં સૌ પ્રથમવાર અમદાવાદમાં આજે ગેસ્ટ્રો સ્કોપિક બેરીયાટીક પ્રોસીજર્સ વિષય પર નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી આશરે 550 થી વધારે સર્જનો ઉપસ્થિત રહ્યા હતા. ગેસ્ટ્રોસ્કોપિક બેરિયાટિક સર્જરીમાં જવલ્લે જ કોઈ કોમ્પલિકેશન જોવા મળે છે. ગેસ્ટ્રો સ્કોપિક બેરિયાટિક સર્જરી એક ડે કેર પ્રોસિજર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના 2016 ના અહેવાલ અનુસાર ભારત વિશ્વમાં સૌથી વધુ મેદસ્વીતા ધરાવતા દેશોમાં ત્રીજું સ્થાન ધરાવે છે, ત્યારે આ પ્રકારની સર્જરી દ્વારા મેદસ્વીતા સાથે ડાયાબિટીસ, સાંધાના દુખાવા જેવા રોગો પર નિયંત્રણ મેળવી શકાશે
