Skip to main content
Settings Settings for Dark

12-13 જૂને ગુજરાતના દરીયાકાંઠાના વિસ્તારોમાં પડી શકે છે વરસાદ ?

Live TV

X
  • હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ ચક્રવાતમાં પરિવર્તીત થવાની શક્યતાને પગલે 12 અને 13 જૂને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

    રાજ્યમાં હીટવેવની અસર યથાવત છે. હજુ પણ અગામી 24 કલાક રાજ્યમાં હીટવેવનું જોર યથાવત રહેશે. આ બધા વચ્ચે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ ચક્રવાતમાં પરિવર્તીત થવાની શક્યતાને પગલે 12 અને 13 જૂને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એટલું જ નહી, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 35થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આ હળવા દબાણને પગલે પવન અગામી બે દિવસમાં ઉત્તર પશ્ચિમ રાજ્યો તરફ આગળ વધીને ચક્રવાતમાં પરિવર્તીત થશે. ત્યાર પછી મંગળવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો થશે. અગામી ચાર દિવસમાં આ ચક્રવાત ગોવા, મુંબઈ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને ઘમરોળે એવી શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply