અમદાવાદમાં જાપાન ઇન્સાઇટ-એબીસી કાર્યક્રમનું આયોજન
Live TV
-
દેશમાં મોદી સરકાર આવ્યા બાદ ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો ખુબ જ સુધર્યા છે. તેમાં પણ જાપાનના રાષ્ટ્ર પ્રમુખ શિંઝો આબેની અમદાવાદ મુલાકાત બાદ જાપાન અને ગુજરાત ખુબજ નજીક આવ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે જાપાન ઇન્સાઇટ-એ બી સી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બી સી એટલે એકેડેમિક, બિઝનેસ અને કલ્ચરલ સમન્વય. આ દરમિયાન જાપાની નૃત્ય અને ગરબા એક સાથે એકજ સ્ટેજ પર રજૂ કરવામાં આવ્યા હતા. જાપાન થી 17 સભ્યોનું પ્રતિનિધિ મંડળ હાલ ગુજરાતની મુલાકાતે છે. જાપાનના ઇશિકાવા ઇન્ડિયા એસોસિએશન અને ભારતના ઈન્ડો જાપાન ફ્રેંડશીપ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમેં 2 દિવસીય આ વિવિધતા સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે જાપાનના કોન્સ્યુલેટ જનરલ રીયોજી નોડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
