જામવાળા એનીમલ કેર સેન્ટર ખાતે કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ વિરોધી રસી પહોચી
Live TV
-
ગીરમાં 23 સિંહોના થયેલા મોત બાદ ત્યાં ફેલાયેલા વાયરસથી બચાવવા માટે અમેરિકાના ફ્લોરિડાથી મંગાવાયેલ CDVની રસી જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે આવી પહોંચી છે. મહત્વનું છે કે 30થી વધુ સિંહોને અહીં રાખવામાં આવ્યા છે ત્યારે આ રસી સિંહોને આપવામાં આવશે.. આ દરમિયાન વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ તબીબોની ટીમ સાથે જામવાળા આવી પહોંચી હતી.આ મુદ્દે વનવિભાગના અધીકારીઓ અને ડોક્ટરો વચ્ચે બેઠક યોજાઈ હતી.બેઠકના અંતે વધુ અસરગ્રસ્ત અને ઓછી રોગ પ્રતીકારકશક્તી ધરાવનાર
સિંહોને પ્રથમ રસીકરણ શરૂ કરાયુ છે.
