ભિલોડા અને શામળાજી પંથકમાં હાહાકાર મચાવનાર ઘરફોડ ચોર ઝબ્બે, 3 કિ.લો ચાંદી પકડાઈ
Live TV
-
પોકેટ કોપ ઇ-ગુજકોપની મદદથી અરવલ્લી જિલ્લાના ભિલોડા અને શામળાજી તેમજ સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરી હાહાકાર મચાવનાર આરોપીઓની જિલ્લા એલ.સી.બીએ ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ અગાઉ ઘરફોડ ચોરીના 34 જેટલા ગુનાઓમાં વોન્ટેડ હતા
અરવલ્લી જિલ્લા એલસીબીએ ત્રણ કિલો ચાંદી સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીએ ભિલોડા નજીકથી પસાર થતાં હોવાની બાતમીના આધારે પોલિસએ વોચ ગોઠવી હતી અને તપાસ કરતા બન્ને આરોપીઓ પાસેથી ત્રણ કિલો ચાંદી જપ્ત કરી છે. પોલિસએ જપ્ત કરેલી ચાંદીની બજાર કિંમત 1 લાખ 11 હજાર રૂપિયા થવા પામે છે. આ સાથે જ એક બાઇક પણ કબજે કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા અરવલ્લી. સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કરેલી 49 ચોરીના ગુનાઓની પણ કબૂલાત કરી છે. આરોપીઓએ અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ભિલોડા અને શામળાજી પંથકમાં તરખાટ મચાવ્યો હતો. આરોપીઓ ખાસ મોડસ ઓપરેન્ડી દ્વારા બંધ ઘરની રેકી કરતા હતા અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.
