Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના મોક અપ કોચ લોકો માટે ખુલ્લો મૂકતા CM

Live TV

X
  • સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા મેટ્રો ટ્રેનના આ કોચને જોઈ શકે તે માટે પૂરી વ્યવસ્થા

    અમદાવાદીઓ મેટ્રો ટ્રેનને જોવા માટે પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી જ આતુર છે. હવે આ આતુરતાનો ધીમે ધીમે અંત આવી રહ્યો છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેટ્રો ટ્રેનના મોક કોચને લોકો માટે ખુલ્લો મૂક્યો છે.અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા મેટ્રો ટ્રેનના આ કોચને જોઈ શકે તે માટે પૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.એક કોચમાં 300 લોકો મુસાફરી કરી શકશે જેમાં 40થી 50 લોકો બેસી શકશે જ્યારે 250 લોકો ઉભા રહી શકશે..અત્યાધુનિક સુવિધાથી સજ્જ આ કોચને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.મહત્વનુ છે કે આગામી જાન્યુઆરી મહિનાથી અમદાવાદમાં મેટ્રો ટ્રેનની ટ્રાયલ પણ શરૂ કરવામાં આવશે.અમદાવાદમાં ડિસેમ્બર 2018 સુધીમાં ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરવાની કવાયત તેજ કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply