સરદાર પટેલની એકતા-અખંડિતતાના પ્રચાર માટે 10હજાર ગામોમાં નિકળશે એકતા યાત્રા
Live TV
-
આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જ્યંતિએ રાષ્ટ્રને અર્પણ થનારી સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ પૂર્વે સરદાર સાહેબનો એકતા અને અખંડિતતાનો સંદેશ ગામેગામ ઘરે ઘરે ગુંજતો કરવા ગુજરાત સરકાર દ્વારા એકતા યાત્રા યોજવામાં આવશે.
બે તબક્કામાં યોજાનારી એકતા યાત્રાની વેબસાઇટનું રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. Ektayatra.comની આ વેબસાઈટમાં એકતા યાત્રાના હેતુઓ, ઉદેશ્ય અને વિગતવાર કાર્યક્રમોની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને લોખંડી પુરુષ સરદાર પટેલના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાનને જન જન સુધી ઉજાગર કરવા ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન રાજ્યના 10 હજારથી વધુ ગામોમાં આ એકતા યાત્રા વિશેષ રથ સાથે યોજાશે.
