અમદાવાદમાં જૈન શાસન વંદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
જૈન શાસનના 2,578 મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદમાં "જૈન શાસન વંદના યાત્રા" નુ આયોજન કરવામાં આવ્યું હતું. જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા આયોજિત આ યાત્રા શહેરના મેમનગર, સોલા અને ભૂયંગદેવ સહિતના વિસ્તારોમાં ફરી હતી. જૈન શાસનમાં આજના દિવસે ગૌતમ સ્વામી સાથે 4, 400 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી.
આ પવિત્ર દિવસની યાદમાં વિવિધ જૈન સંઘો દ્વારા જૈન શાસન સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ અંગે ગચ્છાધિપતિ આચાર્ય રાજ યસ સૂરિજી મહારાજે જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના ઉપદેશોને પ્રત્યેક વ્યક્તિ જીવનમાં અનુસરે છે, એ આજના સમયમાં વિશ્વ શાંતિ માટે ખૂબ મહત્વનુ છે.
