Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ બેઠક યોજાઈ

Live TV

X
  • ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઇકાલે કેબિનેટની બેઠક મળી હતી. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું  કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે તે માટે તથા વિવિધ વિકાસ કામોને વધુ વેગવાન બનાવવા માટે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વિવિધ નિર્ણય લેવામાં આવ્યા હતા.

    આ અંગે વધુ માહિતી આપતા જીતુ વાઘાણીએ ઉમેર્યુ કે, ગુજરાત રોડ કનેક્ટિવિટીમાં દેશભરમાં મોખરે રહ્યું છે ત્યારે, રાજ્યભરમાં 12,200 કરોડના વિવિધ વિકાસ કામો ખાતમુર્હૂત-લોકાર્પણ આગામી ઓકટોબર માસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં 33 જિલ્લાઓને આવરી લેવાશે. માર્ગ-મકાન વિભાગ હસ્તક રાજ્ય પ્રભાગ, પંચાયત પ્રભાગ તથા અન્ય મળી કુલ રૂપિયા 12,200 કરોડના કામો હાથ ધરવામાં આવશે. 

    ઉપરાંત પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, પી.એમ. ગતિશક્તિ યોજના અંતર્ગત ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરીને દેશભરમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને 49 થી વધુ NOC-મંજૂરીઓ ટૂંકા ગાળામાં મેળવવામાં આવી છે. ગુજરાતમાં રૂપયાના ખર્ચે નિર્માણ થનાર વલસાડના ઉમરગામથી નારાયણ સરોવરના કોસ્ટલ હાઇવે માટે પણ વિવિધ વિભાગોના સંકલનના કારણે અંદાજે રૂ.500 કરોડની બચત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply