Skip to main content
Settings Settings for Dark

ધોરણ 12 સાયન્સના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત,ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ થયું જાહેર

Live TV

X
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેની વિગતો આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જણાવ્યુ હતુ કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ 72.02 ટકા પરિણામ આવ્યુ છે. આ વખતે સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો રાજકોટ છે. રાજકોટમાં 85.78 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધારે 96.12 ટકા અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં 68 હજાર 681 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 196 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. રાજ્યની 64 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યુ છે. ગુજરાતી માધ્યમનુ 72.04 ટકા તો અંગ્રેજી માધ્યમનુ 72.57 ટકા પરિણામ આવ્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply