આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવશે
Live TV
-
આજે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ 2022 માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-2022નું પરિણામ સવારે 10:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ WWW.GSEB.ORG પર આજે સવારે 10 કલાકેથી નિહાળી શકાશે. ઓનલાઇન માધ્યમથી પરિણામ નિહાળવા માટે વિદ્યાર્થીઓએ તેમનો પરીક્ષાનો બેઠક ક્રમાંક આપવાનો રહેશે. ગુજરાત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થશે. પરિણામની ઘોષણા સાથે બોર્ડ દ્વારા અન્ય વિગતો સાથે પાસની ટકાવારી જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.વિદ્યાર્થીઓના ગુણ પત્રક, પ્રમાણ પત્ર અને S.R શાળાવાર મોકલવાની જાણ પછીથી કરવામાં આવશે.
