ખેડાના નડિયાદ ખાતે સંજીવની રથમાં આરોગ્યલક્ષી સુવિધાઓ માટે શ્રમિકો જોડાયા
Live TV
-
આરોગ્યની યોજનાઓ અને સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આવી જ એક સુવિધા છે સંજીવની રથ સેવાની. ખેડાના નડિયાદ ખાતે બાંધાકામ શ્રમિકો જ્યાં ભેગા થાય છે ત્યાં સવારે સંજીવની રથ આવે છે. તમામ શ્રમિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ એક જ સ્થળે મળી રહે તે હેતુથી સંજીવની રથ મૂકવામાં આવે છે.
આરોગ્ય સંજીવની રથમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, મેલેરિયા રિપોર્ટ, યુરિન ટેસ્ટ વગેરે સહિત પ્રાથમિક તપાસ, જરુરી દવાઓ સ્થળ પર જ આપવામાં આવી રહી છે. જરુર જણાય તો સંજીવની રથની ટીમ શ્રમિકને સિવિલ હોસ્પિટલમાં રિફર પણ કરી આપે છે.ખેડા જિલ્લામાં વિવિધ સ્થળો પર સંજીવની રથ શ્રમિકોની સેવામાં કાર્યરત છે.
