જૂનાગઢઃ ભારત સરકારના ક્વિઝ અભિયાનમાં કાથરોટાની શાળાના શિક્ષક ટોપ 5માં આવ્યા
Live TV
-
ભારત સરકાર દ્વારા શરુ કરાયેલા ક્વિઝ અભિયાનમાં જૂનાગઢ જિલ્લાના કાથરોટાની સરકારી માધ્યમીક શાળાના શિક્ષક બળદેવપરીએ સમગ્ર દેશમાં પાંચ શિક્ષકોમાં સ્થાન મેળવ્યું છે. આ સિધ્ધી મેળવવા બદલ બળદેવપરીને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સન્માન પત્ર આપીને સન્માનિત કર્યા હતા.
નાના શહેર અને ગામના શિક્ષકો ડીઝીટલ એજ્યુકેશન તરફ પ્રેરાય એ હેતુથી ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ‘એડ્યુટર એપ’ નામના સ્ટાર્ટઅપના સહયોગથી "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત વિવિધ ક્વિઝ અભિયાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં ગુજરાત, છત્તીસગઢ અને બિહારનાં કુલ 30 શિક્ષકોને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
