Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર

Live TV

X
  • રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદમાં ગુરૂવારે 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ સતત બીજા દિવસે શહેરમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળ્યું હતું. સુકા ગરમ પવનોના કારણે ગરમીની માત્રામાં વધારો જોવા મળી રહ્યો છે. હજુ આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ આગામી દિવસોમાં 45 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે રાજ્યનાં 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર ગયું હતું. જેમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 47 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી બાજુ ગાંધીનગરમાં 45.8 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન, પાટણમાં 45 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી, અમરેલીમાં 44.8 ડિગ્રી, જૂનાગઢમાં 44.8 ડિગ્રી, ભાવનગરમાં 44.5 ડિગ્રી અને રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply