અમદાવાદમાં ત્યાર સુધી કુલ 51 લોકોને કોરોનાની સારવાર બાદ અપાઈ રજા
Live TV
-
અમદાવાદમાં આજે વધુ 5 લોકોના મૃત્યુ થયા છે અને આમ કુલ મૃત્યુ આંક 43 પર પહોંચ્યો છે.
AMC કમિશનર વિજય નેહરા એ જણાવ્યું કે અમદાવાદમાં આજે વધુ 5 લોકો ના મૃત્યુ થયા છે અને આમ, કુલ મૃત્યુ આંક, 43 પર પહોંચ્યો છે. તો સારા સમાચાર એ છે કે, ત્યાર સુધી કુલ 51 લોકોને સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી છે. તો શહેરમાં આજથી પ્લાઝમાં સ્ટડી શરૂ કરવામાં આવ્યો છે. જે દેશમાં સૌ પ્રથમ છે. અમદાવાદના પ્રથમ દર્દીને પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન પણ આપવામાં આવ્યું. શહેરની SVP હોસ્પિટલ ખાતે આ પ્લાઝમા થેરેપીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તે માટે ,I.C.M.R. સાથે ઔપચારિક્તા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. તો આજથી S.V.P. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની ક્ષમતા વધારીને ડબલ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી 500 લોકોની સારવાર થઈ શકતી હતી, જે વધારીને એક હજાર કરી દેવામાં આવી છે. સાથે જ શહેરની કેટલીક ફાઈવ સ્ટાર હોટલોને અધિગ્રહણ કરવામાં આવી છે. તેમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવશે. કોઈ દર્દીની ઈચ્છા હોય તો આ હોટલ્સમાં જઈ શકે છે અને તેના માટે ખુબ જ ડિસ્કાઉન્ટ પેમેન્ટ ચુકવવાનું રહેશે. કમિશનર વિજય નેહરા એ વધુ જણાવ્યું કે આ સિવાય કોઈ વિસ્તારમાં હજ હાઉસને પણ અધિગ્રહણ કરાયું છે. જ્યાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે. તો ટેસ્ટને લઈ માહિતી આપતા વિજય નેહરાએ કહ્યું કે અત્યાર સુધી શહેરમાં કુલ 15 હજાર 84 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને હજુ વધારે ટેસ્ટ કરીને કોરોના સંક્રમિતોને શોધી કાઢવામાં આવશે. અને શહેરને કોરોના મુક્ત કરવામાં આવશે.
