Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં નવા 135 કેસ સાથે ,કુલ સંખ્યા થઈ 2,407

Live TV

X
  • સૌથી વધારે ,67 કેસ અમદાવાદમાં નોંધાયા- 8 લોકોના મોત સાથે 35 લોકોને સારવાર બાદ અપાઈ રજા

    આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જંયતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે રાજ્યમાં ગઇકાલે દિવસ દરમિયાન નવા 135 કેસો નોંધાયા હતા. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2,407 પર પહોંચી છે. જે પૈકી અમદાવાદમાં 67, જ્યારે વડોદરામાં માત્ર એક જ કેસ નોંધાયો હતો અને રાજકોટમાં એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ, સુરતમાં 51 કેસ નોંધાયા હતા. ગઇકાલે આઠ દર્દીઓના મરણ થયા હતા.જેમાં અમદાવાદમાં પાંચ અને વડોદરામાં ત્રણ દર્દીઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસના પૈકી 1501 કેસ અમદાવાદ શહેરના છે, સુરતમાં 415 અને વડોદરામાં 208 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુ આંક 103 પહોંચ્યો છે અને તે પૈકી અમદાવાદમાં સૌથી વધારે 62 દર્દીઓના મોત નીપજ્યા છે. જ્યારે સુરતમાં 12 અને વડોદરામાં 10 દર્દીઓના મોત નીપજ્યા છે. તો રાજ્યમાં હાલ 17 સ્થળોએ કોરોનાનું પરીક્ષણ કરવામાં આવે છે જેમાં ચાર ખાનગી લેબોરેટરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply