99 વર્ષના પૂર્વ MLA રત્નાબાપાએ મરણમૂડીના 51 હજાર કોરોના સામે લડવા દાનમાં આપ્યા
Live TV
-
પ્રધાનમંત્રીએ ફોન કરી કહ્યું, રત્નાબાપા તમને બહું જ યાદ કરીએ છીએ.રત્નાબાપાએ મોદીને કહ્યું તમે દેશ માટે સારું કરજો અમે કંઈ ન કરી શક્યા..
પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુંમરે 17 એપ્રિલના રોજ કલેક્ટર કચેરીએ પોતાના મરણમૂડીના 51 હજાર કોરોના સામેની લડાઇમાં દાનમાં આપ્યા હતા. રત્નાબાપાએ કલેક્ટરને પોતાનો દાનનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અપર્ણ કર્યો હતો. રત્નાબાપાના દાનની વાત છેક દિલ્હી સુધી પહોંચી અને પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢ રહેતા રત્નાબાપાના દીકરાને ફોન કરી વાત કરી હતી. મોદીએ બાપાને કહ્યું કે અમને યાદ કરો છો? તો બાપાએ કહ્યું યાદ તો કરીએ ને. આજે આવેલી મહામારી સામે તમે લડી રહ્યા છો અને દેશની સેવા કરો છો. ત્યારે મોદીએ કહ્યું હતું કે, બાપા અમે તમને બહુ જ યાદ કરીએ છીએ.
