અમદાવાદમાં દર અઠવાડીયે ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરવામાં આવશે : વિજય નહેરા
Live TV
-
જે ફેરિયા પાસે આ કાર્ડન હોય તેને વેપાર કરવા દેવાશે નહીં. અત્યાર સુધીમાં કુલ 1 હજાર 409 શાકભાજીના ધંધાર્થીને કાર્ડ આપવામાં આવ્યા છે. આ સ્ક્રિનિંગ કાર્ડ દર 7 દિવસે રિન્યૂ કરાવવું ફરજીયાત.
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે. દિવસેને દિવસે પોઝિટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગ મહામારીને નાથવા માટે કડક પગલા લઇ રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પણ શહેરના સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આવતા શાકભાજીના ફેરિયાઓને લઇને મહત્વના પગલાં લીધા છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, અમદાવાદમાં દર અઠવાડીયે ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરવામાં આવશે, ત્યારબાદ તેમને કાર્ડ આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જે ફેરિયા પાસે આ કાર્ડન હોય તેને વેપાર કરવા દેવાશે નહીં. અત્યાર સુધીમાં કુલ 1 હજાર 409 શાકભાજીના ધંધાર્થીને કાર્ડ આપવામાં આવ્યા છે. આ સ્ક્રિનિંગ કાર્ડ દર 7 દિવસે રિન્યૂ કરાવવું ફરજીયાત છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં અત્યાર સુધીમાં 222 સુપર સ્પ્રેડર્સના કેસ પોઝિટિવ આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જે લોકો પાસે મંજૂરી હોય તેવા શાકભાજીના વેપારીઓ પાસેથી ખરીદી કરવાનો અનુરોધ કર્યો હતો.
