બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, અનેક સ્થળોએ માવઠુ
Live TV
-
અરવલ્લીમાં પણ વરસાદ, શામળાજીમાં ગાજવીજ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
બનાસકાંઠાના વાવ, થરાદ, લાખણી, દિયોદર, સુઇગામ, ડીસા,અમીરગઢ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવ ,સુઇગામમાં કરા સાથે કમોસમી માવઠું પડ્યું છે. વીજળીના કડાકા, ભારે વાવાઝોડા સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી.માવઠાના કારણે ખેડૂતોને બાજરી, જુવાર સહિતના પાક પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
તો આ તરફ સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ મોડી રાત્રે પલટો આવ્યો હતો..પ્રાંતિજ અને તલોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો..અને અમુક ગ્રામિણ વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો.પાટણ જિલ્લામાં વાવાઝોડા ને કારણે વ્રુક્ષો ધરાશાયી થયા હતા.. પાટણ હારીજ ધોરીમાર્ગ પર વ્રુક્ષો પડતા તંત્રએ હાથ ધરી કામગીરી હતી.મહેસાણાના પણ ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો..અને ગાજવીજ વરસાદ તૂટી પડ્યો હતો.
