અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ
Live TV
-
વરસાદ બાદ ગંદકી અને રોગચાળો ન ફેલાય તે માટે સફાઇ કર્મચારીઓ દ્વારા સઘન સફાઇ કરવામાં આવી હતી
રાજ્યમાં પડેલાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ હતું. જે અંગે વધારે માહિતી આપતાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને ઉચ્ચ અધિકારીઓએ સતત મોનીટરીંગ કરેલ અને રાજ્ય સરકાર તથા કોર્પોરેશનના ઝોનલ હેડ સાથે સતત સંપર્કમાં રહ્યાં હતા. સાંજના 6 થી 9 કલાકના ટુંકા ગાળામાં ચાર ઈંચ જેટલો વરસાદ થયો હોવા છતાં પાણી ભરાવાના બનાવો ખુબ જુજ બન્યાં હતા. તો સાથે જ ઝાડની ફરીયાદોનાં નિકાલ માટે 50 જેટલી ટીમો તૈયાર રાખવામાં આવી હતી. તેમજ વરસાદ બાદ ગંદકી અને રોગચાળો ન ફેલાય તે માટે સફાઇ કર્મચારીઓ દ્વારા સઘન સફાઇ કરવામાં આવી હતી
