રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 49 ટકા વરસાદ, આગામી 24 કલાકમાં વરસાદની આગહી
Live TV
-
સોમનાથ, અમરેલી અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ 49 ટકા નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક હજુ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. તો સાથે જ સોમનાથ, અમરેલી અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જોકે આવતીકાલથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે તેવું જણાવ્યું છે. સવારે છ વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધી રાજ્યભરમાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો.. સૌથી વધુ અમરેલીમાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. તો વલસાડના પારડી અને કપરાડામાં પણ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના ગીર ગઢડામાં સાડા ત્રણ ઈંચથી વધારે તો વાપીમાં પણ સાડા ત્રણ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.
