Skip to main content
Settings Settings for Dark

વડોદરા - નાયબ મુખ્યમંત્રીએ સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી

Live TV

X
  • ભારે વરસાદ અને વિશ્વામિત્રીના પાણીની સયાજી હોસ્પિટલ અને તેની સેવાઓ પર પ્રભાવ અંગે પૂછપરછ કરી હતી

    નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, તથા તબીબી અને આરોગ્ય સેવાઓનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે તાત્કા‍લિક સારવાર વિભાગમાં દાખલ દર્દીઓના ખબરઅંતર પૂછયા હતાં તથા સેવાઓની સંતોષકારતા અંગે પૃચ્છા કરી હતી. સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક પાસેથી નાયબ મુખ્યમંત્રીશ્રીએ તાજેતરના ભારે વરસાદ અને વિશ્વામિત્રીના પાણીની સયાજી હોસ્પિટલ અને તેની સેવાઓ પર પ્રભાવ અંગે પૂછપરછ કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ માધ્યમકર્મીઓ સાથે સંવાદમાં જણાવ્યું હતું કે વડોદરામાં જરૂર જણાશે ત્યાં સુધી બચાવ, રાહત, સફાઇ જેવા જરૂરી કામો ચાલુ રાખવામાં આવશે. ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં પણ સયાજી હોસ્પિટલની આરોગ્ય સેવાઓ પૂર્વવત રાખનારા તબીબો અને આરોગ્ય કર્મચારીઓને તેમણે બિરદાવ્યા હતા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply