વડોદરા - CM વિજય રૂપાણીએ જિલ્લા કલેક્ટર સાથે કરી બેઠક
Live TV
-
ભારે પૂરથી મૃત્યુ થયેલા પરિવારજનોને ચાર લાખના વળતરની જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલએ વડોદરામાં ભારે વરસાદ સર્જાયેલ પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો. અને હોસ્પિટલ અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની ઉઆકાત લીધી હતી.ઉપરાંત સુપરિટેનડેન્ટ રાજીવ દેવેશ્વર પાસેથી હોસ્પિટલમાં શુ સ્થિતિ છે તેની માહિતી મેળવી હતી. ઉપરાંત મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે સમાવિસ્તાર સાથે નીચાણવાળા વિસ્તાર ની મુલાકાત લીધી હતી. સમાં વિસ્તારના અસરગ્રસ્તો ને રાખવામા આવેલ કોમ્યુનિટી હોલ ની મૂલાકાત લઈને તેમની સમસ્યા અને રજુઆત સાંભળીને તમામ જરૂરી મદદ કરવાની હૈયા ધારણા આપી હતી .જલારામ નગર અને સંજય નગરમાં રહેતા લોકોને મલ્યા હતા . ની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ જીલ્લા કલેક્ટર કચેરી એ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વરસાદ બાદ કરવામાં આવેલ સમગ્ર કાર્યવાહીની જાણકારી મેળવી હતી અને અધિકારીઓ જરૂરી સૂચનાઓ આપી હતી.તેમજ આગામી દિવસોમાં આગળની કાર્યવહી નું આયોજન કર્યું હતું. બાદમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વડોદરાની ચિંતા 31 જુલાઈથી જ શરૂ કરી દીધી હતી.મોસમનો આંખો વરસાદ 8 કલાકમાં જ 20 ઈંચ વડોદરામાં પડી ગયો જેના કારણે પુર આવ્યુ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીનું સ્તર વધ્યુ હતું.કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી સતત રાજય સરકારના સંપર્કમાં હતા. 4000 થી વધુ લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાંથી રેસકયુ કર્યા જેમાં11 NDRF ,SDRF ને ARMYની ટિમો જોડાઈ હતી. આવતીકાલથી રિલીફની કામગીરી શરૂ કરવામાં આવશે.પુરમાં મૃત્યુ પામનારા લોકોને 4 લાખની સહાય અપાશે ઉપરાંત જે લોકોનો વેપાર ન થઈ શકયુ, ધંધામાં નુકશાન થયુ તેમને કેશડોલ અપાશે ઘરવકરીના નુકશાનનો સર્વે કરી લોકોને રૂપિયા ચુકવાશે.વડોદરા માટે માઈક્રો પ્લાનીંગ ક98 હેલ્થ ટીમ વડોદરામાં આવતીકાલથી કામે લાગી જશે.વડોદરામાં હજી 20 વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.ડોર ટુ ડોર ફરી લોકોને આરોગ્ય વિષયક સેવા આપશે.પાણી કાઢવા માટે 100 થી વધુ પંપ લવાશે..MGVCLના 58 ફીડર બંધ હતા તે કાર્યરત કર્યા12 વન વિભાગની ટીમ મગરના રેસકયુ માટે વડોદરા આવશે.150 ઝાડ રસ્તા પરથી હટાવ્યા છે, 70 ઝાડ હજી હટાવવાના બાકી વડોદરામાં વરસાદની હજી હવામાન વિભાગે કરી છે આગાહી જેના કારણે NDRF ની ટીમ વડોદરામાં રહેશે સ્ટેન્ડબ.સોમવારથી શાલા કોલેજો શરૂ કરી શકાશે: પ્રધાનમંત્રીએ વડોદરા માટે મદદ કરવા માટે ખાતરી આપી છે
