Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં યુવાનો માટે યોજાયો ભરતી મેળો

Live TV

X
  • વિવિધ કંપનીઓમાં ટેકનીકલ જગ્યાઓ માટે લેવાયા ઇન્ટરવ્યૂ

    યુવાનોને રોજગારી મળી રહે તે માટે અવારનવાર સંસ્થાઓ દ્વારા રોજગાર ભરતી મેળા યોજાતા હોય છે. અમદાવાદમાં સી.એન. ટેકનીકલ સેન્ટર દ્વારા આજે સી.એન. વિદ્યાલય ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો, જેમાં ટર્નર, ફિટર, વગેરે ટેકનીકલ જગ્યાઓ માટે જુદી જુદી કંપનીઓએ ભરતી મેળામાં આવેલ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લીધા હતા. સી.એન. ટેકનીકલ સેન્ટરમાં ચાલતા જુદાજુદા સર્ટીફિકેટ કોર્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ભરતી મેળો યોજાયો હતો. શેઠ સી.એન. વિદ્યાવિહારના નિયામક ડો. કિરીટ જોષીએ જણાવ્યું હતું કે સંસ્થાના વિદ્યાર્થીઓને સંસ્થામાંથી જ નોકરી મળી રહે તે માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર વિભાગ અમદાવાદ જિલ્લાના આસી.ડાયરેક્ટર એસ.આર. વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે ભરતી મેળાથી યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ થાય છે. તેમજ પસંદગીની નોકરી કરવાની તક મળે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply