પાકિસ્તાનથી વધુ 55 માછીમાર ભારત પરત ફર્યા
Live TV
-
વતન ગીર સોમનાથમાં પરિવારજનો સાથે મિલન
પાકિસ્તાનની જેલમાં અનેક યાતનાઓ ભોગવ્યા બાદ 55 ભારતીય માછીમારો વતન પરત ફર્યા છે.ગીર સોમનાથના વેરાવળમાં આવેલી ફીશરિસ વિભાગની ઓફિસ ખાતે જ્યારે આ માછીમારો આવી પહોંચ્યા ત્યારે લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા.ઘણા જ લાંબા સમય બાદ પોતાના પરિવારજનો સાથે મુલાકાત થતાં આંખો ભરાઈ ગઈ હતી. તો પરિવારજનોની આંખોમાં પણ હર્ષના આંસુ જોવા મળી રહ્યા હતા. ફીશરિસ વિભાગે માછીમારોની પ્રાથમિક પૂછપરછ બાદ તેમને પરિવારજનોને સોંપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં માછીમારી માટે જતી ભારતીય ફિશિંગ બોટો ને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા સમુદ્રી જળ સીમા પર થી પકડી પાડવા માં આવે છે અને આ ફિશિંગ બોટો ના ખલાસીઓ ને પાકિસ્તાનની દાંડી જેલ માં ધકેલી દેવા માં આવે છે બાદ એક દોઢ વર્ષ બાદ તેમને મુક્ત કરવા માં આવે છે.
