Skip to main content
Settings Settings for Dark

વધતી ગરમી વચ્ચે શાકભાજીના ભાવમાં પણ વધારો

Live TV

X
  • મહિસાગરમાં આવક ઘટતા મોટા ભાગના શાકભાજીના ભાવ ડબલ

    સમગ્ર ગુજરાત સહિત મહીસાગર જિલ્લામાં સખત ગરમીને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. જેથી મહીસાગર જિલ્લાના શહેરોમાં શાકભાજીના છુટક બજારમાં ભાવો વધ્યાં છે. જે ડુંગળીના કિલોના ભાવ રૂ 10 હતાં તે વધીને હવે રૂ.20 થયા છે. બટાકા રૂ. ૨૦ કિલોના ભાવે બજારમાં વેચાઇ રહ્યાં છે. જનો પંદરેક દિવસ પહેલાં રૂ.૧૦ ભાવ હતો. આ જ પ્રમાણે, કોથમીર-ફુદીનો રૂ.૫૦ રુપિયે કિલો વેચાઇ રહ્યું હતું તેનો ભાવ આજે રૂ.૧૦૦ સુધી પહોંચ્યો છે. આ સાથે, ગુવાર, ફુલાવર, દૂધી ,ભીંડા અને કારેલાં, ચોળીના ભાવમાં પણ વધારો થયો છે. તો, બીજી તરફ લીંબુના વધતા ભાવો લોકોને દઝાડી રહ્યા છે. વધતી ગરમીને કારણે શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યાં છે, જેના લીધે મધ્ય વર્ગ ના પરિવાર નું બજેટ ખોરવાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply