અમદાવાદમાં લોકોએ જનતા કર્ફ્યુંને આપ્યુ સંપૂર્ણ સમર્થન
Live TV
-
કોરોના વાઇરસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા જનતા કર્ફ્યૂને અમદાવાદમાં ભારે સમર્થન જોવા મળ્યું છે. જેમાં શહેરના તમામ માર્ગો સૂમસામ જોવા મળ્યા હતા. શહેરના વસ્ત્રાપુર. થલતેજ, સેટેલાઈટ, લાલ દરવાજા, ભદ્ર જેવા વિસ્તારો આમ દિવસમાં ધમધમતા હોય છે ત્યાં આજે લોકોની ગેરહાજરી જોવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મોલ, મલ્ટિપ્લેક્સ, માર્કેટ સહિતની તમામ દુકાનો, ઓફિસો બંધ રહ્યા હતા. આ જનતા કર્ફ્યૂ દરમિયાન માર્ગ પર પોલીસ અને એએમસીના કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા જોવા મળ્યા હતા.
