ચાર મહાનગરો ઉપરાંત ગાંધીનગર અને કચ્છ પણ હવે લોકડાઉન
Live TV
-
રાજયમાં કોરોના પોઝિટિવના કુલ 18 કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ઉપરાંત ગાંધીનગર અને કચ્છને પણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હોવાનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ હતું હતું. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, કોરોના વાઇરસના પગલે આવતી કાલથી પાટનગર ગાંધીનગરને લોકડાઉન કરવાનો સરકારે નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યુ હતું કે, કોરોના વાઇરસનો ચેપ રાજ્યમાં ઝડપથી પ્રસરે નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વના પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેમ છતાં રાજ્યમાં જો કપરા સંજોગો આવશે તો સરકાર દ્વારા વધુ કપરા નિર્ણય લેવામાં આવશે. તેમણે જણાવ્યુ હતું કે, રાજ્યમાં ચાલી રહેલા વિધાનસભાના સત્ર અંગે આવતીકાલે વિચારણા કરાશે. જ્યારે આગામી તા. 26 માર્ચના રોજ યોજાનાર રાજ્ય સભાની ચૂંટણી અંગે રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરાઈ છે, આ અંગે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવાશે.
