અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠમાં કૃષ્ણ જન્મોત્સવનું આયોજન
Live TV
-
ગઈકાલે દેશભરમાં જન્માષ્ટમીનો તેહવાર ધામધુમપુર્વક ભકિતભાવથી મનાવવામાં આવ્યો. અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કૃષ્ણજન્મોત્સવના દર્શન કરવા ભક્તોએ સવારથી મોડી રાત સુધી દર્શનનો લ્હાવો લીધો હતો. સોલા ભાગવતના ભાગવત ઋષિએ જણાવ્યું હતું કે મંદિરમાં દર જન્માષ્ટમીએ વર્ષોથી કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.
