વલસાડ જિલ્લાને ઇન્કલુઝીવ ઇનોવેશન કેટેગરી હેઠળ 'ધ ઇન્ડીયન એક્સપ્રેસ એકસલન્સ ઇન ગર્વનન્સ' એવોર્ડ
Live TV
-
અલગ - અલગ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ દેશના ૧૬ જિલ્લાના મેજીસ્ટ્રેટોને અવોર્ડ આપવામાં આવ્યા છે. જેમાં વલસાડ જિલ્લાને ઇન્કલુઝીવ ઇનોવેશન કેટેગરી હેઠળ 'ધ ઇન્ડીયન એક્સપ્રેસ એકસલન્સ ઇન ગર્વનન્સ' એવોર્ડ પ્રાપ્ત થયો છે. દેશભરમાંથી ૨૪ રાજયોના ૮૪ જિલ્લામાથીં ૨૪૯ નોમીનેશન કરવામાં આવ્યા હતા. એવોર્ડમાં હેલ્થ, ખેતી, શિક્ષણ, રાષ્ટ્રીય યોજનાઓનું અમલીકરણ, ટેકનોલોજી, મહિલા અને બાળ વિકાસ તેમજ ઇન્કલુઝીવ ઇનોવેશન, સ્કીલ ડેવલોપમેન્ટ અને એનર્જી જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી સી.આર.ખરસાણને ઈ-મેઘ માટે એવોર્ડ એનાયત કરાયો છે.
