દીવના વણાંકબારા ખાતે શ્રી વણાંકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી
Live TV
-
દીવના વણાંકબારા ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રી વણાંકબારા સંયુક્ત કોળી સમાજ તેમજ એક પરિવાર દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વણાંકબારા મહાકાલેશ્વર મંદિરના પ્રાંગણમાં એનિમેશન દ્વારા મથુરા જેવો માહોલ સ્થાપિત કરવામાં આવ્યો હતો. જેમાં વણાંકબારાના લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. અહીં એનિમેશન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવનની ઝાંખી દર્શાવવામાં આવી હતી.
