અમદાવાદીઓ 10 દિવસ સુધી ફ્રીમાં કરી શકશે મેટ્રોની મુસાફરી
Live TV
-
અમદાવાદીઓ આજથી નિશુલ્ક મેટ્રો ટ્રેનની સવારી માણી શકશે.આજથી વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી 9 દિવસ માટે શહેરીજનો મફતમાં મેટ્રોની સવારી કરી શકશે.શહેરમાં મેટ્રોની શરૂઆત સાથે જ BRTS, AMTS અને મેટ્રો ધરાવતું દેશનું પ્રથમ શહેર અમદાવાદ બન્યું છે.
મેટ્રોની શરૂઆત માટે વર્ષ 2005માં ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.સોમવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રોના ફેઝ-1માં ઈસ્ટ વેસ્ટ કોરીડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટર રૂટનું લોકાર્પણ કર્યું હતું.લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલ ગામથી નિરાંત ચોકડી સુધી મેટ્રોની મુસાફરી પણ કરી હતી.
મેટ્રોની મુસાફરી માટે શહેરીજનોએ મામુલી રકમ ચુકવવાની રહેશે.હાલના તબક્કે 2.5 કિલોમીટર સુધીનું ભાડુ 5 રૂપિયા રાખવામાં આવ્યું છે અને 2.5થી 7 કિલોમીટર સુધીનું ભાડું 10 રૂપિયા રાખવામાં આવ્યું છે.
