કચ્છની બોર્ડરે પિલર 1050 પાસેથી શંકાસ્પદ પાકિસ્તાની ઝડપાયો
Live TV
-
કચ્છની ખાવડા બોર્ડરના પિલર 1050 પાસેથી ઝડપાયો શંકાસ્પદ પાકિસ્તાની-BSF દ્વારા ઈન્ટ્રોગેશન શરૂ કરવામાં આવ્યું-ફેનસિંગ વગરની બોર્ડર પાસેથી શંકાસ્પદ પાકિસ્તાની ઝડપાતા બોર્ડર પર એલર્ટ
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા માહોલમાં કચ્છ બોર્ડરથી ગઈકાલે મધરાતે એક પાકિસ્તાની ઝડપાયો છે. ફેન્સિંગ વિનાની કચ્છની ઈન્ડો-પાક બોર્ડર પર પીલર નંબર 1050ને ક્રોસ કરીને આવતાં આ ઘુસણખોરને બીએસએફના જવાનોએ ઝડપી પાડ્યો હતો.
હાલ આ ઘુસણખોરને બીએસએફની ચોકીમાં પૂછપરછ ચાલી રહી છે.પાકિસ્તાન દ્વારા રાજસ્થાનમાં મોકલાયેલું જાસૂસી વિમાન તોડી પડાયા બાદ રણસીમામાં પાકિસ્તાન દ્વારા જાસૂસીના આ પ્રયાસને પણ ભારતીય સેનાએ નિષ્ફ બનાવ્યું હતું.
