CM રૂપાણીએ 45 હજાર લાભાર્થીઓને કરાવ્યો ઈ-ગૃહપ્રવેશ
Live TV
-
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને, ઇ-ગૃહ પ્રવેશનો કાર્યક્રમ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે, રાજ્યના 45 હજાર લાભાર્થીઓનો ઇ-ગૃહ પ્રવેશ કરાવાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું , કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની એનડીએ સરકાર , દેશના તમામ ઘર વિહોણા લોકોને પોતાનું ઘર આપવા માટે કટિબદ્ધ છે. જેના ભાગરૂપે ગુજરાતમાં માત્ર 15 મહિનાના સમયમાં 1 લાખ 60 હજાર આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત લાભાર્થીઓને જોબ વર્ક અને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ યોજના અંતર્ગત બે લાખ લાભાર્થીઓનું , ઉદ્યોગ ગૃહો સાથે સીધું જોડાણ થશે. આ પ્રસંગે મહેસાણાના સાંસદ જયશ્રી બેન પટેલ, રાજ્યના કૃષિમંત્રી આર સી ફળદુ, ગ્રામીણ વિકાસ કમિશનર મોના ખંધાર તેમજ મોટી સંખ્યામાં યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
