Skip to main content
Settings Settings for Dark

Best of Luck : બોર્ડની પરિક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ગુલાબનુ ફૂલ અપાયુ

Live TV

X
  • તમામ પરિક્ષા કેન્દ્ર પર 1340 સીસીટીવી ટેબ્લેટથી નજર રાખવામાં આવશે, આ સાથે જ જિલ્લા કલેક્ટર તેમજ ડીઈઓની સહિત 38 ઝોનલ સ્ટાફ મળીને કુલ 1500 જેટલો સ્ટાફ ફરજ પર છે.

    બોર્ડની પરિક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. શાળામાં પરિક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ગુલાબનુ ફૂલ આપી સન્માનિત કરાયા હતા. મોડાસાની શ્રી.સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ ખાતેના પરિક્ષા કેન્દ્ર પર વાલીઓ મોટી સંખ્યામાં તેમના બાળકોને પરિક્ષા કેન્દ્ર સુધી મુકવા આવી પહોંચ્યા હતા, જ્યાં શાળા દ્વારા બાળકોને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના શિક્ષકો સહિત મંડળના સભ્યો સહિત શહેરના આગેવાનોએ બાળકોને ગુલાબનુ ફૂલ આપી સન્માનિત કર્યા હતા, જેથી બાળકો સારી રીતે પરિક્ષા આપી શકે. 

    બોર્ડની પરિક્ષાને લઇને અરવલ્લી જિલ્લામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં ધોરણ 10ના કુલ 23,760 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના કુલ 14,880 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. જિલ્લામાં ધોરણ 10 માટે બાયડ, ગાબઠ, સાઠંબા, શામળાજી, ઇસરી અને રેલ્લાવાડા સંવેદનશીલ કેન્દ્રો છે, જ્યારે ધોરણ 12 માટે જિલ્લામાં ગાબઠ, સાઠંબા, બાયડ, શામળાજી, ઇસરી અને રેલ્લાવાડા સંવેદનશીલ કેન્દ્ર છે. જિલ્લાના તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. તમામ પરિક્ષા કેન્દ્ર પર 1340 સીસીટીવી ટેબ્લેટથી નજર રાખવામાં આવશે, આ સાથે જ જિલ્લા કલેક્ટર તેમજ ડીઈઓની સહિત 38 ઝોનલ સ્ટાફ મળીને કુલ 1500 જેટલો સ્ટાફ ફરજ પર છે.

    અરવલ્લી જિલ્લામાં પરિક્ષા વ્યવસ્થા

    ધોરણ 10

    24 કેન્દ્ર

    54 બિલ્ડિંગ 

    793 બ્લોક

    23,760 વિદ્યાર્થીઓ 

     

    ધોરણ 12 સાયન્સ

    2 કેન્દ્ર

    11 બિલ્ડિંગ

    147 બ્લોક

    2940 વિદ્યાર્થીઓ 

     

    ધોરણ 12 સામાન્ય પ્રવાહ

    12 કેન્દ્ર

    35 બિલ્ડિંગ

    11940 વિદ્યાર્થીઓ

     

    અરવલ્લી જિલ્લામાં ધોરણ 10 અને 12 માં કુલ 38, 640 જેટલા વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. તમામ પરિક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી દેખરેખ રાખવામાં આવશે. 

     

    અંકિત ચૌહાણ 

    અરવલ્લી

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply