Skip to main content
Settings Settings for Dark

શેત્રૂંજી ડેમમાં સીએમના હસ્તે નર્મદાના નીરના વધામણા

Live TV

X
  • સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે સૌની યોજના-સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

    આજે શેત્રૂંજી ડેમ ખાતે ,મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ભાવનગરના પાલિતાણા ખાતે સૌરાષ્ટ્રના જળાશયોને નર્મદાના પાણીથી ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી ડેમ સુધીની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

    સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે સૌની યોજના-સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કુલ ત્રણ તબક્કામાં આકાર લેનારી આ યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા બીજા તબક્કાની કામગીરીની પ્રારંભ કરાયો છે.જે અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પાલિતાણાના જીનદાસ ધર્મદાસ પેઢીના મેદાન ખાતે ભીમડાદથી શેત્રુંજી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply