Skip to main content
Settings Settings for Dark

એસટી કર્મચારીઓ તથા શિક્ષકો માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Live TV

X
  • ગુજરાતના એસ.ટીના કર્મચારીઓ તેમજ શિક્ષકો માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

    ગુજરાતના એસ.ટીના કર્મચારીઓ તેમજ શિક્ષકો માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.એસ.ટી.નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચના ધોરણનો સ્કેલ ટુ સ્કેલ એક એપ્રિલ 2018થી આપવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે.સેટલમેન્ટનો સમયગાળો આઠ વર્ષનો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તો ડ્રાઈવર કક્ષાનો ગ્રેડ પે 1650થી વધારી 1800 કરવામાં આવ્યો જ્યારે કંડક્ટર કક્ષાનો ગ્રેડ પે 1400થી વધારી 1650 કરવામાં આવ્યો છે.અને એરીયર્સની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે.તો શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતા શિક્ષકોની નોકરીનો સમયગાળો સળંગ ગણવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે.સાથે ફિક્સ પગારની નોકરીનો સમયગાળો બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો માટે સળંગ ગણવામાં આવશે.રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્ય સકાર કર્મચારીઓના પ્રશ્ને અત્યંત સંવેદનશીલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply