કેન્દ્ર સરકારની માતૃવંદના યોજના હેઠળ પોરબંદર જિલ્લામાં 1 કરોડની સહાય ચૂકવાઈ
Live TV
-
આ યોજના મારફતે મળતા રૂપિયાની સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થઇ જતી હોવાથી લાભાર્થીઓને સમયસર તેની મદદ મળી રહી છે.
સગર્ભા મહિલાને અને તેના પેટમાં ઉછરી રહેલા બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત કરાયેલી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત પોરબંદર જીલ્લામાં અત્યાર સુધીમાં 3 હજાર323 જેટલી મહિલાઓને અંદાજીત રૂપિયા 1 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. પોરબંદર જીલ્લામાં આ યોજનાને ખુબજ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ યોજના અંતર્ગત સગર્ભા મહિલાને પ્રથમ બાળકના જન્મ વખતે લાભ આપવામાં આવે છે. આ લાભ ૩ તબક્કામાં ચુકવવામાં આવે છે. આમ આ યોજના અંતર્ગત ,સગર્ભા મહિલાને પ્રથમ બાળકના જન્મ વખતે કુલ રૂપિયા 6૦૦૦ ની સહાય પ્રાપ્ત થાય છે. આ યોજના મારફતે મળતા રૂપિયાની સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થઇ જતી હોવાથી લાભાર્થીઓને સમયસર તેની મદદ મળી રહી છે.
