Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ અંધનજમંડળના દિવ્યાંગ બાળકોએ બનાવી આકર્ષક રાખડીઓ

Live TV

X
  • રક્ષાબંધનના તહેવાર પર તમારા હાથ પર બંધાતી રાખડીની પાછળ ઘણા દિવ્યાંગ બાળકોની મહેનતનું યોગદાન રહેલું હોય છે. જે દર વર્ષે પોતાની આવડત અને કલાની સાથે વિવિધ પ્રકારની રાખડીઓ બનાવે છે.

    આ ફૂલ વાળી રાખડી તથા રંગબેરંગી મોતીઓ વાળી રાખડી, તેમજ આટલી બધી સુંદર સુંદર રાખડીઓ જે તમે જોઇ રહ્યા છો,  આ બધી કોણે બનાવી હશે ? આની પાઠળ આટલી મહેનત કોણે કરી ?  આ બધી આકર્ષક રાખડીઓ અમદાવાદના અંધનજમંડળના  બ્લાઇન્ડ પીપલ એસોસીએશનના દિવ્યાંગ બાળકોએ પોતાના હાથે બનાવી છે. દર વર્ષે આ બાળકો દ્વારા મોટી સંખ્યામાં સુંદર અને આકર્ષક રાખડીઓ બનાવવામાં આવી છે. વિકાસની સાથે સાથે આપણા સમાજમાં દિવ્યાંગોને લઇને બધાનો દ્રષ્ટિકોણ પણ બદલાઇ રહ્યો છે. હવે આ બાળકો  સામાન્ય બાળકોની જેમજ કામ કરે છે. અને આ સંસ્થામાં તેમને અલગઅલગ કામ કરવાની તાલીમ આપવામાં આવે છે. અહીંના અધ્યાપક જણાવે છે કે રક્ષાબંધનના તહેવારને લઇ આ બાળકોમાં હંમેશા કાંઇ નવું શિખવાની ધગશ હોય છે, અને તેમને અહીં કામ શીખીને ઘણી ખુશી મળે છે. 

    બાળકો ભગવાનનું રૂપ હોય છે. એમાં સામાન્ય બાળકોની સાથે દિવ્યાંગ બાળકો પણ સામેલ છે. જેમને રક્ષાબંધનને લઇ ઘણો ઉત્સાહ રહે છે. અલગઅલગ દોરાઓમાં રંગબેરંગી મોતી પરોવીને રાખડી બનાવવી એમને ગમે છે, અને આ બાળકો દ્વારા બનાવેલી રાખડી એમના દ્વારા ખરીદી પણ શકાય છે. અને બધાની જેમ આ પણ રક્ષાબંધનનો તહેવાર ખુશીથી મનાવે છે. અહીં બાળકોની ક્ષમતા અનુસાર એમને કામ શીખવવામાં આવી છે. જેથી ભવિષ્યમાં તે પણ આત્મનિર્ભર બની શકે. રાખડીઓની સાથે તેઓ અલગઅલગ આકર્ષક વસ્તુઓ પણ બનાવે છે. જ્યાં ઓકેશનલ યુનિટમાં બાળકોને તાલીમ અપાય છે. આ વર્ષે  દિવ્યાંગ બાળકો દ્વારા 10 હજાર રાખડીઓ બનાવાઇ છે. જેમાં આ સંસ્થાની મેજિક ફિંગર શોપ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. કાચા દોરાથી બંધાયેલો આ મજબૂત સંબંધમાં  હસતાં આ બાળકો પણ મહતવનું સ્થાન ધરાવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply