દ્વારકાનાં રૂપેન બંદરની બે હોડી ડૂબી જતાં ઓખા મઢીના દરિયા કાંઠેથી આજે બીજા ચાર મૃતદેહો મળી આવ્યા
Live TV
-
દ્વારકાનાં રૂપેન બંદરની બે હોડી ડૂબી જતાં ઓખા મઢીના દરિયા કાઠેથી આજે બીજા ચાર મૃતદેહો મળી આવ્યા છે. હજુ કેટલાક માછીમારો દરિયામાં હોવાથી તેમના પરિવારો ચિંતાતુર બન્યા છે. જ્યારે બે માછીમારો બચી જતા તેમને સારવાર આપવામાં આવી છે. હાલ દરિયામાં માછીમારી કરવાની મનાઈ હોવા છતાં માછીમારો દરિયો ખેડવા જતા હોય છે ત્યારે ગત શનિવારે દરિયામાં ચાર જેટલી હોડીઓ ગઈ હતી. જેમાં અલ સબરી અને હમ હે કમાલ કે નામની બે હોડી ડૂબી ગઈ છે જ્યારે અન્ય હોડીઓ હજુ પરત ફરી નથી. પરંતુ ડૂબી ગયેલી હોડીઓ પૈકીનાં હજુ ચાર જેટલા માછીમારો દરિયા ગરકાવ થયા છે કે જીવિત છે તે અંગે શોધખોળ ચાલી રહી છે. હાલ દરિયામાંથી મળી આવેલ માછીમારોના મૃતદેહની સંખ્યા પાંચની થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૫૦ જેટલી હોડીઓ દરિયામાં ગઈ હતી અને સહિ સલામત પરત ફરી હતી. જેથી તેમાં રહેલા માછીમારો આ દરિયાઈ પવન તોફાનથી બચી ગયા હતા.
