Skip to main content
Settings Settings for Dark

આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતનાં અંબાજી અને સોમનાથ સહિતના યાત્રાધામોની સઘન સુરક્ષા

Live TV

X
  • કાશ્મીરમાં 370 અને 35 A ની કલમ નાબૂદ કર્યા બાદ દેશમાં તેમાંય ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે તેવી માહિતી સુરક્ષા એજન્સીઓને મળી છે. આવા આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતનાં અંબાજી અને સોમનાથ સહિતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આગામી 15 મી ઑગસ્ટ સ્વતંત્ર પર્વને લઈ પવિત્ર યાત્રાધામ એવા અંબાજી મંદિર તેમજ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા સધન કરી દેવાઈ છે.

    અંબાજી મંદિર Z  કેટેગરીની સુરક્ષા ધરાવતું મંદિર છે. જ્યાં રોજિંદા હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે ત્યારે કોઈ હુમલા જેવી ઘટના ન બને તે માટે મંદિરના તમામ પોઇન્ટ ઉપર પોલીસ કર્મીઓને એલર્ટ કરી દેવાયા છે.  

    દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સાબદી કરાઈ છે. હાલમાં શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર ખાતે ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ ચુસ્ત કરાઇ છે અને વધુ સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરાયા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply