Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીનું ડોડિયા ગામ ભારતનું સૌપ્રથમ ઔષધ ગામ

Live TV

X
  • ગામડાની વાત આવે ત્યારે તેના વિકાસ અને તેને ડિજિટલ કરવાની અથવા તો પ્રાથમિક સુવિધાઓનો વિચાર સૌપ્રથમ આવે, પરંતુ અરવલ્લીના માલપુર તાલુકાનું ડોડિયા ગામ આ તમામ વિચારોથી તદ્દન જુદું છે. ડોડિયા ગામ હવે ભારતનું સૌ પ્રથમ ઔષધ ગામ તરીકે ઓળખાવવા લાગ્યું છે.  ગ્રામ પંચાયત દ્વારા વિવિધ ઔષધીઓ ઘેર ઘેર આપવામાં આવી છે, અને ફળિયાનું નામ પણ જે-તે ઔષધીના નામ પરથી પાડવામાં આવ્યું છે. જેમ કે, તુલસી વન સોસાયટી, એલોવેરા સોસાયટી, અશ્વગંધા સોસાયટી, ગરમાળો સોસાયટી, બારમાસી સોસાયટી. માલપુર તાલુકાની ઇનોવેટિવ પંચાયત ડોડીયા દ્વારા સમયાંતરે વિવિધ ઇનોવેટિવ પ્રવૃત્તિ કરાય છે અને આ સમગ્ર ઇનોવેટિવ પ્રવૃત્તિ પાછળ ડોડીયા પંચાયતના સરપંચ નાનાભાઈ વાળંદનો સિંહ ફાળો છે. ઔષધ ગામના મૂળ વિચારમાં એવું છે કે, સમગ્ર ડોડીયા ગામમાં કુલ ત્રણસો ઘર આવેલ છે, જેમાં વીસ જેટલી સોસાયટીઓ બનાવાઈ છે, અને તમામ સોસાયટીઓમાં ઔષધીઓના છોડ અપાયા છે.  ભૂલાઈ ગયેલી ઔષધીઓ આજે ડોડિયા ગામે ફરી જીવંત બની છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply