Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ અને સુરત સિવિલમાં મળશે સુપર સ્પેશ્યાલિટી સારવાર

Live TV

X
  • રાજ્ય સરકારે નવી હોસ્પિટલો માટે મંજૂરી આપી

    રાજ્યના નાગરિકોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક જનહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ સોલા સિવિલ, અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલિટી સારવાર માટે નવી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ અંગે વધારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સોલા ખાતે 242 કરોડનાં ખર્ચે 550 પથારીવાળી અને સુરતમાં 352 કરોડનાં ખર્ચે 560 પથારીવાળી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. જે માટે ભારત સરકાર દ્વારા 120 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. તો વડોદરાની એસજી હોસ્પિટલને વધુ સુવિધાથી સજ્જ કરી હાઈટેક બનાવાશે. તો ગાંધીનગરમાં હાલ કાર્યરત સિવિલ હોસ્પિટલને પણ સુવિધા સજ્જ કરાશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લાખો દર્દીઓને આ સુવિધાનો લાભ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply