મોરબીના સિરામિક ઉદ્યોગ માટે આનંદના સમાચાર
Live TV
-
ગેસ સપ્લાયની સમસ્યા હવે ખતમ થઈ જશે
મોરબી સિરામિક ઉદ્યોગ માટે એક સારા સમાચાર છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસ સપ્લાયની સમસ્યા હવે ખતમ થઈ જશે. બે જ દિવસમાં અહીં નિયમીત ધોરણે ગેસ સપ્લાય શરૂ થઈ જશે. જે માટે વિક્રમજનક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પાંચ કિલોમીટરની ગેસ લાઇનનું કામ માત્ર પંદર દિવસમાં જ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને હાલ અહીં હાઈડ્રો ટેસ્ટિંગ સહિતની કામગીરીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે આ ઝડપી કામગીરી મોરબીના સિરામિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓ અને સ્થાનિક ગ્રામજનોના સહિયારા પ્રયાસથી થઈ હતી. આ કામ માત્ર પંદર દિવસમાં જ પૂર્ણ થયું છે. ત્યારે બે દિવસ બાદ સંપૂર્ણ રીતે ગેસ સપ્લાયની કામગીરી શરૂ કરી દેવામાં આવશે
