'ફોની'ના લીધે રાજ્યમાં મળી શકે છે ગરમીથી રાહત
Live TV
-
પાંચ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે: હવામાન વિભાગ
ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ફોનીની અસર વર્તાઇ છે, ત્યારે ગુજરાતમાં પણ સાયક્લોનને કારણે ગરમીમાં રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જો કે ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી, કે માછીમારોને કોઇ ચેતવણી આપવામાં આવી નથી. પરંતુ કચ્છના નખત્રાણા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતા પવન સાથે કમોસમી ઝરમર વરસાદ પડ્યો હતો. જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો
