ગીર જંગલ: નદી-નાળા સૂકા ભઠ થતા વન્ય પ્રાણીઓને મુશ્કેલી
Live TV
-
કુત્રિમ રીતે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ
ઉનાળા દરમિયાન રાજ્યમાં અનેક જગ્યાએ પાણીની સમસ્યા ઉત્પન્ન થઈ છે. ત્યારે ગીર જંગલમાં આવેલી સાત નદીઓ અને નાળાઓ સૂકા ભઠ થઈ જતા જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેથી વન વિભાગ દ્વારા જંગલમાં વસતા પ્રાણીઓ માટે કુત્રિમ રીતે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગીર જંગલમાં દોઢથી બે કિલોમીટરના અંતરમાં કૃત્રિમ રીતે પીવાના પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે. ક્યાંક ટેન્કરથી તો ક્યાંક પવન ચક્કી અને પંપ દ્વારા મૂંગા પ્રાણીઓ માટે પીવાના પાણીની સગવડ કરવામાં આવી છે. દિવસમાં બે થી ત્રણ વખત આ પીવના પાણીના કુંડ ભરવામાં આવે છે. તો પવન ચક્કીથી ચાલતા પંપ દિવસ રાત જમીનમાંથી પાણી ખેંચી પ્રાણીઓને પીવાનું પાણી પૂરું પાડે છે.
