Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ એરપોર્ટનો નવો વિક્રમ : વર્લ્ડ કપ ફાઇનલના દિવસે 40 હાજર આઠસો જેટલા મુસાફરોને સેવા આપી

Live TV

X
  • અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ગઇકાલે અમદાવાદમાં રમાયેલી વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલ મેચના દિવસે 40 હજાર 800થી વધુ મુસાફરોને સેવા આપી નવો વિક્રમ સ્થાપ્યો છે. જેમાં 33 હજાર 642 સ્થાનિક જ્યારે 7 હજાર 159 આંતરરાષ્ટ્રીય મુસાફરોનો સમાવેશ થાય છે. અમદાવાદ વિમાન મથકે ગઇકાલે વિક્રમજનક 260 થી વધુ સમયપત્રક મુજબની અને 99 વધારાની મળીને કુલ 359  એર ટ્રાફિક મુવમેન્ટ અર્થાત્ વિમાન ઉડ્ડયનો  હાથ ધર્યા હતા.  

    સત્તાવાળાઓએ મુસાફરોને વધુ સુવિધા આપવા સેલ્ફ બેગેજ ડ્રોપ, નવો ઇમીગ્રેશન એરિયા, નવો સિક્યુરીટી ચેક એરિયા, ક્યુ મેનેજમેન્ટ જેવી સુવિધાઓ વિકસાવી છે. આ ઉપરાંત અદ્યતન માળખાકીય સુવિધાઓ અને વિમાનમથકના કર્મચારીગણોએ સખત પરિશ્રમથી આ સિદ્ધિ મેળવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply