અમદાવાદ ખાતે ચોથો રાષ્ટ્રીય સુરક્ષા સેમિનાર યોજાયો
Live TV
-
રાજ્યપાલની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો
એરફોર્સ એસોસિયેશન ગુજરાત દ્વારા ફ્લાઈંગ ઓફિસર પરમવીર ચક્ર પ્રાપ્તકરનાર નિર્મલજીત સિંઘની સ્મૃતિમાં ગઇકાલે અમદાવાદ ખાતે ચોથો રાષ્ટ્રીય સુરક્ષા સેમિનાર રાજ્યપાલ ઓ. પી. કોહલીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સેમિનારમાં એરફોર્સમાં ફરજ બજાવતા તેમજ રિટાયર્ડ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ગુજરાતમાંથી વાયુદળમાં વધુમાં વધુ સંખ્યામાં યુવાનો જોડાય તે બાબત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે નિવૃત વાઇસ એડમિરલ અનુપસિંઘ, નિવૃત્ત લેફટનન્ટ જનરલ કે. જે. સિંઘ તથા એસ. એસ. ત્યાગીએ રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
