'May I help You' નું સૂત્ર સાર્થક કરતા અરવલ્લી જિલ્લા પોલિસ કર્મી, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દિવ્યાંગ વૃદ્ધને મદદ
Live TV
-
અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોલિસ સબ ઇન્સ્પેક્ટર હાર્દિક ખરાડીએ દિવ્યાંગને મતદાન મથક સુધી પહોંચાડ્યા
અરવલ્લી જિલ્લા પોલીસ કર્મીઓ પ્રજાની રક્ષા કરતાં કરતાં ચૂંટણીની ફરજ દરમિયાન પણ પોતાની ફરજ નિભાવવામાં અવ્વલ જોવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી, જેમાં તૈનાત પોલિસકર્મીઓ પોતાની ફરજ તો બજાવી સાથે અક્ષમ મતદાતાઓની મદદે આગળ આવ્યા છે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન કરવા પહોંચેલા એક વૃદ્ધ વ્યક્તિ દિવ્યાંગ હતાં, જેઓ સારી રીતે ચાલી શકે તેમ નહોતા, જોકે એક પોલિસકર્મીની નજર દિવ્યાંગ મતદાતા પર પડતાં તેઓ તુરંત જ તેઓની પાસે પહોંચી ગયા અને તેઓને મતદાન મથક સુધી લઇજવામાં મદદ કરી હતી.
મેઘરજ તાલુકામાં 4 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું ત્યારે ચૂંટણીમાં ફરજ પર તૈનાત પલિસ સબ ઇન્સ્પેક્ટર હાર્દિક ખરાડીએ દિવ્યાંગ મતદાતાને મદદ કરીને ખરા અર્થમાં ફરજ બજાવી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ માટે જિલ્લા પોલિસ વડા મયૂર પાટિલએ પણ પ્રસંસા કરી ફોટો ફસબુક પર પોસ્ટ કર્યો હતો.
મહત્વનું છે કે, આ પહેલા પણ બાયડ તાલુકાના આંબલિયારા પોલિસ સ્ટેશનના પોલિસકર્મીઓ તેમજ તેમના સ્ટાફ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરીને ટ્રાફિક હળવો કર્યો હતો. અરવલ્લી-ગાંધીનગર જિલ્લાને જોડાતા જીવાદોરી સમાન રાજ્યધોરી માર્ગ પર આવેલા વાત્રક પુલ પર ધોધમારને કારણે મોડીરાત્રે પાણી ભરાયા હતાં. આંબલીયારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આશિષ પટેલ અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુલ પર બનાવેલ હોલમાં ભરાયેલો કચરો દૂર કર્યો હતો. પુલ પર પાણી ભરાવાથી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જોકે પોલિસકર્મીઓ કોઇની રાહ જોયા વિના જાતે જ પાઇપમાંથી કચરો કાઢી પ્રસંસનિય કામગીરી કરી હતી.
અંકિત ચૌહાણ
અરવલ્લી
