દૈદીપ્તમાન અક્ષર મંદિર જેવુ જ ભવ્ય બનશે સ્વામિનારાયણ મંદિર
Live TV
-
મોરબીમાં મચ્છુ નદીના કિનારે બાપ્સ દ્વારા કરાશે સાકાર
યમુના નદીના કિનારે દૈદીપ્તમાન અક્ષર મંદિર જેવું જ ભવ્ય દિવ્ય સ્વામિનારાયણ મંદિર મોરબીમાં મચ્છુ નદીના કિનારે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા - બાપ્સ દ્વારા સાકાર કરવામાં આવશે. જેના અંતર્ગત તા. 12થી 16 જૂન દરમિયાન મંદિરના શિલાન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિલાન્યાસ મહોત્સવ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની અધ્યક્ષતામાં યોજાઇ રહ્યો છે. આ શિલાન્યાસ મહોત્સવ અંતર્ગત શ્રીજી રજતતુલા મહોત્સવ સહીત વિવિધ સાંસ્કૃતિક, આધ્યાત્મિક, કથાવાર્તા, કિર્તન, ધૂન, ભજન સહિત વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન અને રક્તદાન કેમ્પ જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ શિલાન્યાસ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
